સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૬૧મા પદવીદાન સમારંભમાં ચલાલા નિવાસી પ્રકાશભાઈ પોપટની પુત્રી ક્રિના પોપટને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાઈ હતી. એમ.કોમ. એકાઉન્ટન્સી વિષયમાં ૯૦.૨૦ ટકા ગુણ મેળવી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ ઉપરાંત અન્ય બે ઇનામ પણ પ્રાપ્ત કર્યા હતા. તેમની આ સિદ્ધિથી પોપટ પરિવાર, રઘુવંશી સમાજ અને ચલાલા શહેરમાં આનંદની લાગણી પ્રસરી હતી. અનેક આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.