ધારી શહેરના મેઇન રોડ ઉપર વરસાદના છાંટા વચ્ચે બે આખલાઓ વચ્ચે અચાનક યુધ્ધ જામ્યું હતું. જાહેર માર્ગ પર લોકોની અવરજવર ચાલુ હતી તે દરમિયાન બે આખલાઓ સામસામે આવી બાખડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દિવાળીના તહેવારના માહોલ વચ્ચે રસ્તા પર સર્જાયેલી આ ઘટનાને પગલે વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરી મચી હતી. આખરે સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને ભારે જહેમત બાદ બંને આખલાઓને છૂટા પડાવી લોકોને રાહત અપાવી હતી.







































