અમરેલી જિલ્લામાં પોલીસે પાંચ સ્થળેથી ૨૦ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. જેમાં મોટા દેવળીયા ગામે એક મહિલા પાસેથી ૪ લીટર અને કોટડાપીઠા ગામેથી એક મહિલા પાસેથી ૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.આ ઉપરાંત જૂના માલકનેશ, ખાંભા, રાજુલા, બાબરા, ગળકોટડી અને દામનગરમાંથી મળીને કુલ આઠ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા ઝડપાઈ ગયા હતા.








































