ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે જનજાગૃતિ લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા. ૬ નવેમ્બર સુધી સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે. Probity for Prosperity એટલે કે ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ થીમ હેઠળ અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ એકત્રિત થઈ વહીવટી પારદર્શિતા, પ્રામાણિકતા અને નૈતિક મૂલ્યોનું પાલન કરવા સામૂહિક શપથ લીધા હતા. સરકારી કામગીરીમાં ભ્રષ્ટાચાર દૂર કરી રાષ્ટ્રના વિકાસમાં સત્યનિષ્ઠા જાળવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.










































