ધારીના ત્રંબકપુર ગામનો યુવક દુધાળા ગામથી તુલસીશ્યામ રોડ તરફ જવાના રસ્તે આવેલ ગીર ગાર્ડન હોટેલ પાસે વિદેશી દારૂની ૬ બોટલ સાથે પકડાયો હતો. પોલીસે ૨૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બગસરામાં બે સ્થળેથી ૯ લીટર દેશી દારૂ પકડાયો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૮ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.








































