રાજય સરકાર દ્વારા સલામત સવારી એસ.ટી.સુત્ર અમલમાં મુક્યુ છે પરંતુ એસ.ટી.ના ડ્રાઈવરો આ સુત્રને ઘોળીને પી ગયા છે. પજેમાં દારૂ પી બસ ચલાવવી અમુક ડ્રાઇવરો માટે સામાન્ય બનવા પામ્યું છે. જેમાં ધારી ડેપોની ભાવનગર લોકલ બસમાં ડ્રાઇવર દારૂ પી બસ ચલાવતો હોવાની ફરિયાદ ઉઠતા અમરેલી એટીઆઈ દ્વારા ચકાસણી કરવામાં આવતા ડ્રાઈવરે દારૂ પીધો હોવાનું સાબિત થયું હતું. ધારી ડેપોની બસ નંબર ૪૯૯૭ ભાવનગર જવા માટે ઉપડી હતી ત્યારે ડ્રાઇવર કલ્પેશ ધનસુખભાઈ ત્રિવેદી પીધેલી હાલતમાં હોવાની શંકાના આધારે ફરજ પરના મહિલા કંડક્ટરે ધારી ડેપો મેનેજરને જાણ કરી હતી જેથી ધારી ડેપો મેનેજરે અમરેલી મેનેજરને જાણ કરી હતી. આ જાણકારી મળતા અમરેલી ડેપોમાં મશીન દ્વારા બ્રુથ એનેલાઇઝરથી ડ્રાઇવરને ચેક કરતા ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળતા એટીઆઈએ તાત્કાલિક ૧૧૨ પોલીસમાં ફોન કરી ડ્રાઇવરને સોપેલ હતા. આ ઘટનાને વિભાગીય નિયામક ભાવેશ પટેલે પણ સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આવતીકાલે ડ્રાઇવરને સસ્પેન્ડ કરવામાં આવશે.