ઉના-વેરાવળ રોડ પર કેસરિયા અને નાથળ ગામ વચ્ચે આવેલા ખાણિયાધાર વિસ્તાર નજીક ટ્રકની જોરદાર ટક્કરે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ૧૮ વર્ષીય યુવતી પ્રતિજ્ઞાબેન વાળાનું ભાઈની નજર સમક્ષ જ ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત ઝોન બની ગયેલા આ માર્ગ પર બનેલી ઘટનાથી ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.









































