રામપર ગામમાં આજરોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગામના સરપંચ બાબુભાઈ અમદાવાદીની આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં રામપર ગ્રામ પંચાયતના મંત્રી જાદવભાઈ, શાળાના શિક્ષકગણ, આંગણવાડી કાર્યકરો, હેલ્થ વર્કર, ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ એકતા યાત્રા યોજી હતી. યાત્રા દરમિયાન સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ શાળામાં સ્માર્ટ ટીવીના માધ્યમથી લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગામમાં
ઉત્સાહભેર એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.






































