જાફરાબાદના ટીંબી ગામે ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપવાનો બનાવ બન્યો હતો. આ અંગે નીમુબેન રમેશભાઇ વેગડ (ઉ.વ.૩૫)એ હરજીભાઇ ડાયાભાઇ સરવૈયા (ઉ.વ.૩૪) સામે ફરિયાદ
આભાર – નિહારીકા રવિયા નોંધાવી હતી.ફરિયાદ મુજબ, નીમુબેનનો દીકરો કેવલ અને તેનો મિત્ર પિયુષસિંહ ઘરની બહાર ઓનલાઇન ખરીદી અંગે વાતચીત કરતા હતા. જે-તે વખતે આરોપી હરજીભાઇએ કેવલ અને તેના મિત્ર પિયુષસિંહ પાસે વાપરવા માટે પૈસા માગ્યા હતા, પરંતુ તેમણે પૈસા ન આપતાં હરજીભાઇને સારું લાગ્યું નહોતું. આથી તેમણે ધારદાર ડિસમિસ બતાવી દીકરા કેવલ તથા તેના મિત્ર પિયુષસિંહ સાથે ઝઘડો કર્યો હતો અને જેમ-ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.ડી. ઝણકાટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.