કેનેડા અને યુરોપિયન યુનિયનએ એક નવી દિશામાં એક મોટું પગલું ભર્યું છે, જે તેમના સંબંધોને એક નવું પરિમાણ આપે છે. બંને પક્ષો કેનેડાને ઇયુનું પ્રથમ ‘એસોસિયેટ સભ્ય’ બનાવવા માટે કામ કરશે. આ વ્યવસ્થા પૂર્ણ સભ્યપદથી એક પગલું નીચે હશે, પરંતુ તે કેનેડાને ઇયુ સાથે વ્યાપક આર્થિક, વેપાર, તકનીકી અને સંરક્ષણ સહયોગ પ્રદાન કરશે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આ જાહેરાત કરતા કહ્યું કે કેનેડા અને ઇયુ પૂર્ણ સભ્યપદથી આગળની સૌથી ઊંડી ભાગીદારી તરફ આગળ વધી રહ્યા છે.
આ વ્યવસ્થા હેઠળ, કેનેડા ઇયુનું પ્રથમ સહયોગી સભ્ય બની શકે છે. કાર્નેએ કહ્યું, “મોન્ટ્રીયલમાં મળેલી બેઠકમાં, બંને પક્ષો ૨૦ થી વધુ નવા પગલાં પર સંમત થયા. આનો હેતુ એટલાન્ટિકની બંને બાજુએ આર્થિક તકોનો વિસ્તાર કરવાનો, લોકો માટે વસ્તુઓને વધુ સસ્તું બનાવવાનો અને આપણી સાર્વભૌમત્વને મજબૂત બનાવવાનો છે.”
યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ પણ કરારને ઐતિહાસિક પગલું ગણાવ્યું. તેમણે એકસ પર લખ્યું, ઇયુ-કેનેડા સમિટમાં, બંને પક્ષો પૂર્ણ સભ્યપદ સહિત તમામ શકય ક્ષેત્રોમાં સહયોગ ગાઢ બનાવવા સંમત થયા.” કેનેડાના વડા પ્રધાન કાર્યાલય અનુસાર, બંને પક્ષો આગામી મહિનાઓમાં આ નવી સભ્યપદ વ્યવસ્થાના ફોર્મેટ, અવકાશ અને વિષયોને અંતિમ સ્વરૂપ આપશે. ૨૧મી કેનેડા-ઇયુ સમિટ ૨૯ અને ૩૦ ઓક્ટોબરના રોજ મોન્ટ્રીયલમાં યોજાઈ હતી. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન વડા પ્રધાન કાર્ને સાથે જાડાયા હતા. સમિટ પછી, બંને પક્ષોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું.
વેપાર અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સમિટ દરમિયાન અનેક મહત્વપૂર્ણ કરારો થયા હતા. કેનેડા અને ઇયુએ ડિજિટલ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપ્યું અને સ્પર્ધા કરાર પર વાટાઘાટો પૂર્ણ કરી. વધુમાં, કેનેડા યુરોપિયન હાઇ પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ સંયુક્ત અંડરટેકિંગમાં જાડાયું, જે કેનેડિયન સંશોધકોને યુરોપના અત્યાધુનિક જ્યુપિટર સુપર કમ્પ્યુટરની ઍક્સેસ આપશે.
મહત્વપૂર્ણ ખનિજાના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે પણ કરાર થયો છે. કેનેડાએ એક ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકને મુખ્ય કેનેડિયન ખનિજ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની મંજૂરી આપશે. બંને પક્ષો યુરોપમાં કેનેડાની લિક્વિફાઇડ નેચરલ ગેસ નિકાસ વધારવાની શકયતાનો પણ અભ્યાસ કરશે. એક નવો ટ્રાન્સએટલાન્ટિક ડેટા કેબલ નાખવા પર પણ વિચારણા કરવામાં આવશે. શિક્ષણ અને સંશોધનમાં કેનેડાની ભાગીદારી વધારવાની યોજના છે. કેનેડા ઇયુના ઇરાસ્મસ પ્લસ પ્રોગ્રામમાં વ્યાપક ભાગીદારી અને નેક્સ્ટ હોરાઇઝન યુરોપ સંશોધન કાર્યક્રમમાં સમાવેશ માટે વાટાઘાટો કરશે. સંરક્ષણ સહયોગ મોરચે પણ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. કેનેડાએ ઇયુના સિક્યુરિટી એક્શન ફોર યુરોપ પહેલ હેઠળ તેનો બીજા કરાર મેળવ્યો છે. ૪૪ મિલિયનથી વધુ મૂલ્યના આ કરાર હેઠળ, મોન્ટ્રીયલ સ્થિત કંપની ગેલ્વિયન લાતવિયાને લશ્કરી હેલ્મેટ સપ્લાય કરશે.









































