કોડીનારની પીએમ નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોક્સો અધિનિયમ-૨૦૧૨ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને બાળ જાતીય શોષણ સામે સાવચેત રહેવા અંગે સમજ આપવામાં આવી હતી. કોઈ અયોગ્ય વર્તન થાય તો માતા-પિતા કે શિક્ષકને જાણ કરવા તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮નો સંપર્ક કરવા માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં પીએલવી પ્રકાશ જે. મકવાણા, પ્રિન્સિપાલ એસ.વી. પાટીલ, શિક્ષક રાકેશભાઈ જોષી સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.









































