અમરેલીના વનરાજભાઈ અમરૂભાઈ ધાધલનું રૂ. ૪૦,૦૦૦ની કિંમતનું હીરો સુપર સ્પ્લેન્ડર બાઇક (GJ-14-AQ-2789) તથા સંદીપભાઈ રધાભાઈ બારૈયાનું રૂ. ૪૫,૦૦૦ની કિંમતનું હીરો સુપર સ્પ્લેન્ડર બાઇક (GJ-14-AD-8461) તા. ૨૯/૧૦/૨૦૨૬ના રોજ અમરેલી એસ.ટી. ડેપો પાસેથી ચોરાયાં હતાં. બંનેએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમારની સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સ તથા કમાન્ડ કંટ્રોલ નેત્રમના સીસીટીવી કેમેરાની મદદથી બંને બાઇક શોધી કાઢ્યાં. બંને અરજદારોને વાહનો પરત સોંપી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરવામાં આવ્યો હતો.