અમરેલીમાં નવરંગ નેચર ક્લબ રાજકોટ અને સરસ્વતી વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે તા. ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ફૂલછોડના રોપાનું રાહત ભાવે વિતરણ યોજાશે. સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી લાઠી રોડ પર એસ.ટી. ડિવિઝન પાછળ આવેલી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં ૧૫૦ થી વધુ જાતના ફૂલછોડ, ઇંગ્લિશ, દેશી અને કાશ્મીરી ગુલાબ, મોગરો, જાસૂદ સહિતના છોડ મળશે. આ ઉપરાંત મની પ્લાન્ટ, પીસ લીલી જેવા ઇન્ડોર પ્લાન્ટ તથા જામફળ અને ચાઇનીઝ ઓરેન્જના ફળાઉ રોપાઓ પણ ઉપલબ્ધ રહેશે. ગાર્ડનિંગ માટે ખાતર, કોકોપીટ, કુંડાં, બિયારણ અને અન્ય સામગ્રી પણ મળશે. આયોજકોએ લોકોને કપડાની થેલી સાથે લાવવા અને કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી છે.