દામનગર શહેરમાં ગ્રામ્ય લક્ષ્મી બચત અને ધિરાણ સહકારી મંડળી લિ.ની દામનગર શાખા દ્વારા સભાસદ સ્વ. ભાવેશભાઈ મથુરદાસ ખખ્ખરના આકસ્મિક અવસાન બાદ તેમના વારસદાર આશાબેન ભાવેશભાઈ ખખ્ખર અને પુત્ર ભયલુંભાઈ ખખ્ખરને વેલ્ફેર યોજના અંતર્ગત રૂ. એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મંડળીના ચેરમેન હિતેશભાઈ કારિયા તથા ડિરેક્ટર દેવેન્દ્રભાઈ જુઠાણી અને નિકુંજભાઈ કારિયાના હસ્તે ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે વેપારી અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, સહકારી અગ્રણીઓ, મહિલા આગેવાનો અને મંડળીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંડળીની આ સહાયથી સ્વ. ભાવેશભાઈના પરિવારને આર્થિક ટેકો મળ્યો હતો.