સાવરકુંડલા શહેરમાં જાહેર આરોગ્યની જાળવણી અને શ્વાનજન્ય રોગોના નિયંત્રણના હેતુથી નગરપાલિકા દ્વારા રખડતા શ્વાનોના રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
એનિમલ બર્થ કંટ્રોલના નિયમો અંતર્ગત શહેરના વોર્ડ નં. ૧થી ૯માં રખડતા શ્વાનોને રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાનનો હેતુ શ્વાનો દ્વારા ફેલાતા રોગોનું જોખમ ઘટાડવાનો અને નાગરિકોના આરોગ્યનું રક્ષણ કરવાનો છે. નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીથી શહેરમાં જાહેર આરોગ્યની જાળવણી માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રસીકરણની કામગીરી નિયમો અનુસાર હાથ ધરવામાં આવી રહી છે.