રાજુલા તાલુકાના કોવાયા ગામે તા.૦૮/૦૨ના રોજ હનુમાનદાદાના મંદિર નજીક મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ફરીયાદી દુલાભાઇ સાર્દુળભાઇ લાખણોત્રા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ આરોપી નનાભાઇ ઉર્ફે કરણ રામભાઇ વાઘ અને જીણાભાઇ સાદુળભાઇ વાઘ (બંને રહે. કોવાયા)એ દુલાભાઈને બેફામ ગાળો આપી લાકડી તથા ઢીકાપાટુ વડે માર માર્યો હતો. આરોપી નનાભાઈને અગાઉ ડ્રગ્સ કેસમાં પંચાયત સભ્ય પદેથી સસ્પેન્ડ થયેલ હોવાનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સોનાની માળા પણ તૂટી ગઈ હતી તેમજ આરોપી નનાભાઈએ પ્રૌઢને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.