અમરેલી શહેરના હનુમાનપરા રોડ પર પૂરઝડપે આવી રહેલા એક આઈસર ચાલકે મોટરસાઈકલને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર યુવકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આઈસર ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો. અમરેલીના મારુતિ નગર વિસ્તારમાં શીતલ આઈસ્ક્રીમ પાસે હનુમાનપરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. કૌશિકભાઈ રમેશભાઈ સેજાણી (ઉ.વ.૩૧)એ આઈસર ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાઈ પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન સામેથી આવી રહેલા આઈસરના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. જેમાં તેમના ભાઈને ગંભીર ઈજા થતાં મોત થયું હતું.