અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય દ્રશ્યમાં નોંધપાત્ર ફેરફાર નોંધાવ્યો છે. જિલ્લા પંચાયતની બેઠકો સાથે સાથે જિલ્લાની તમામ ૬ નગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પ્રભાવશાળી જીત નોંધાવી છે, જેના પરિણામે સમગ્ર જિલ્લામાં “કેસરિયો લહેરાયો” છે. અમરેલી વિધાનસભા વિસ્તારમા તમામ ગામોમાં ખેડુતો માટે જળ સંશયનાં કાર્યો સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ માટેની રેકોર્ડ બ્રેક ગ્રાંટ ફાળવવા બદલ મતદારોએ આભાર સ્વરુપે જિલ્લા પંચાયતની ૭ માંથી ૭ સીટો પર ભાજપના ઉમેદવારોએ મજબૂત પ્રદર્શન કરીને જીત મેળવી છે. મતદારોનો કોેશીક વેકરીયાનાં નેતૃત્વે પર વિશ્વાસ, વિકાસના મુદ્દાઓ અને સંગઠનશક્તિના આધારે ભાજપે આ વિજય મેળવ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપે પોતાનો પ્રભાવ બરકરાર રાખીને વિરોધીઓને કઠિન પડકાર આપ્યો છે.
તે જ રીતે અમરેલી નગરપાલિકામાં ભાજપે બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. શહેરોમાં વિકાસના વચનો, મૂળભૂત સુવિધાઓ અને સરકારની યોજનાઓના અસરકારક અમલને કારણે મતદારો ભાજપ તરફ આકર્ષાયા હોવાનું જણાઈ રહ્યું છે.
આ જીત પછી ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ વિજયોત્સવ મનાવવામાં આવ્યો, જેમાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા, મીઠાઈ વહેંચાઈ અને “ભારત માતા કી જય”ના નારા ગુંજ્યા.
રાજકીય વિશ્લેષકોના મતે, આ પરિણામો આગામી ચૂંટણી માટે પણ મહત્વપૂર્ણ સંકેત આપે છે. ભાજપ માટે આ જીત સંગઠનશક્તિ અને લોકવિશ્વાસનો
પરિચય છે, જ્યારે વિરોધ પક્ષો માટે આત્મચિંતનનો વિષય બન્યો છે. આ રીતે અમરેલી જિલ્લાની સાથે અમરેલી વિધાનસભા વિસ્તારમાં પણ ભાજપનો દબદબો સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે અને સમગ્ર વિસ્તારમાં “સર્વત્ર કેસરિયો લહેરાયો” તેવું ચિત્ર ઉભું થયું છે.









































