અમરેલી જિલ્લામાં પોલીસે ત્રણ સ્થળેથી દેશી દારૂ ઝડપ્યો હતો. બગસરાના હડાળા ગામેથી મહિલા પાસેથી ૪ લિટર, બાબરકોટ ગામેથી ૨ લિટર તથા જાફરાબાદમાંથી ૨ લિટર મળી કુલ ૮ લિટર દેશી દારૂ પકડાયો હતો. અમરેલી સિટીમાંથી બે, બક્ષીપુર ગામેથી એક તથા રાજુલા ટાઉનમાંથી એક મળી કુલ ૪ ઇસમો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.