પોરબંદર જિલ્લાની કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર ૬ ની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણીમાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો જાદુ અકબંધ રહ્યો. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રભીબેન કાનાભાઈ રાયગા સાથે મળીને તેમની પેનલે આ બેઠક પર જંગી વિજય મેળવ્યો, વિરોધી પક્ષોને સંપૂર્ણપણે હરાવ્યા. આ બતાવે છે કે કુતિયાણામાં ભાજપ કે કોંગ્રેસ નહી પણ કાંધલ જાડેજાનું જ વર્ચસ્વ છે.
કાંધલ જાડેજાએ વર્ષોથી કુતિયાણા નગરપાલિકા પર મજબૂત પકડ જાળવી રાખી છે. આ પેટાચૂંટણીને પ્રતિષ્ઠાની લડાઈ પણ માનવામાં આવતી હતી. જાકે, પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કુતિયાણામાં કાંધલ જાડેજાની પેનલ સામે જીત મેળવવી વિરોધી પક્ષો માટે મુશ્કેલ કાર્ય છે. સમાજવાદી પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડનારા રાભીબેન રાયગાએ મતદારોનો વિશ્વાસ સફળતાપૂર્વક જીતી લીધો છે.