રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યું હતું. તેના કારણે વોર્ડ નંબર-૧૬માં કોંગ્રેસની આખી પેનલ જીતી હતી. આ બતાવે છે કે વિકાસના કામ કરવા જતા અને અતિક્રમણ દૂર કરવાના પ્રયત્નોમાં તંત્ર ક્યાકને ક્યાક સ્થાનિકોના આક્રોશનો પણ ભોગ બની રહ્યુ છે, પછી ભલેને તે કામ ગેરકાયદેસરનું કેમ ન હોય. આ બતાવે છે કે ગરીબોની હાય તેને લાગી છે. આના પગલે સ્વાભાવિક રીતે ભાજપે આંચકો અનુભવ્યો હતો. રાજકોટ સૌરાષ્ટ્રમાં આમ પણ ભાજપનો ગઢ માનવામાં આવે છે અને તેમાં ભાજપની આખી પેનલ સાફ થશે તેની બરોબર નોંધ લેવામાં આવશે.