દામનગર શહેરમાં આજે ધારાસભ્ય જનક તળાવિયાની આગેવાનીમાં ભવ્ય જાહેરસભા યોજાઈ હતી જેમાં નગરપાલિકાના ભાજપના ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન સાંપડ્‌યું હતું. સભાને સંબોધતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે શહેરના સર્વાંગી વિકાસ અને માળખાગત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે કમળના નિશાન પર બટન દબાવી ભાજપને વિજયી બનાવવું અનિવાર્ય છે. તેમણે છેલ્લા વર્ષોમાં રસ્તા ગટર પાણી અને આરોગ્ય ક્ષેત્રે થયેલા કામોનો ચિતાર આપી આગામી સમયમાં પણ પ્રજાલક્ષી સુવિધાઓ વધારવાની નેમ વ્યક્ત કરી હતી. આ તકે સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના ઉમેદવારો પ્રત્યે પોતાનો વિશ્વાસ પ્રગટ કર્યો હતો.