‘વિશ્વ મેલેરિયા દિવસ‘ નિમિત્તે કડોદરા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા નાબૂદીના દ્રઢ સંકલ્પ સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ “ડ્ઢિૈvીહ ંર્ ઈહઙ્ઘ સ્ટ્ઠઙ્મટ્ઠિૈટ્ઠઃ ર્દ્ગુ ઉી ઝ્રટ્ઠહ. ર્દ્ગુ ઉી સ્ેજં” ને સાર્થક કરવા માટે સ્થાનિક આરોગ્ય ટીમ દ્વારા જૈવિક પધ્ધતિથી મચ્છરોના પોરાનો નાશ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત ગામના જાહેર પાણીના ટાંકાઓ અને ભરાયેલા પાણીના સ્ત્રોતોમાં ‘ગપ્પી માછલી’ મૂકવામાં આવી હતી. ગપ્પી માછલી કુદરતી રીતે મચ્છરના પોરા ખાઈ જાય છે, જેથી કેમિકલના ઉપયોગ વગર મચ્છરોની ઉત્પત્તિ અટકાવી શકાય છે. આ તકે આરોગ્ય કાર્યકરોએ ગ્રામજનોને પાણીના પાત્રો ખુલ્લા ન રાખવા અને સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન આપી ‘મેલેરિયા મુક્ત ગુજરાત’ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.










































