સાવરકુંડલા ખાતે સદ્દગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ, લાયન્સ ક્લબ અને સુદર્શન નેત્રાલયના સંયુક્ત ઉપક્રમે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ સંપન્ન થયો હતો. પૂજ્ય નારણદાસ સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા આ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે વિવિધ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં કુલ ૭૨ દર્દીઓએ તપાસ કરાવી હતી, જેમાંથી ૧૪ જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક મોતીયાના ઓપરેશન માટે પસંદ કરાયા હતા. છેલ્લા ૧૮ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે આ સેવાકીય પ્રવૃત્તિ અવિરતપણે ચલાવવામાં આવે છે.










































