અમરેલીમાં એક યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો હતો. આ અંગે રમેશભાઈ ઉર્ફે નગરસીંગભાઈ દાલસિંગભાઈ ગણાવા (ઉ.વ.૪૭)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર સર્જન (ઉ.વ.૨૨)એ અગમ્ય કારણોસર પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા મરણ પામ્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ વી મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































