રાજુલા તાલુકાના વિક્ટર ગામ નજીક આવેલ બાપા સીતારામ કબીર આશ્રમ ખાતે આગામી તારીખ ૨૪ થી ૩૦ એપ્રિલ દરમિયાન ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મહંત રામદાસ બાપુની પ્રેરણા અને સીતારામ બાપુના માર્ગદર્શન હેઠળ અમદાવાદના પ્રસિદ્ધ શાસ્ત્રી પ્રફુલ દાદા સવારે ૯ થી ૧ વાગ્યા સુધી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. રાત્રિના સમયે નાજાભાઇ આહીર, નાનકુભાઈ ગઢવી અને બાવકુભાઈ ગઢવી જેવા દિગ્ગજ કલાકારો દ્વારા સંતવાણી અને લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવશે. આ સાથે જ તા.૧ મે ૨૦૨૬ના રોજ વૈશાખ સુદ પૂનમે મેલડી માતાજીનો ૨૪ કલાકનો નવરંગ માંડવો યોજાશે.










































