પશ્ચિમ બંગાળમાં મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન, ભૂતપૂર્વ કાયદા પ્રધાન કપિલ સિબ્બલે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પંચ પર પશ્ચિમ બંગાળમાં મતદારોને તેમના અધિકારોથી વંચિત રાખવા માટે બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને પૂછ્યું કે ચૂંટણીઓ કેમ યોજાઈ રહી છે. રાજ્યસભાના સભ્યએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ નિશાન સાધ્યું, તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવા જાઈએ તેવી ટીકા કરી.
કપિલ સિબ્બલે એકસ પર એક પોસ્ટમાં કહ્યું, “ચૂંટણી પંચ (પશ્ચિમ બંગાળ ચૂંટણી) મતદાનનો અધિકાર છીનવી લેવાનો પ્રયોગ. મુખ્ય ચૂંટણી કમિશનરને પદ્મ ભૂષણથી સન્માનિત કરવા જાઈએ. મારો પ્રશ્નઃ ચૂંટણીઓ શા માટે થઈ રહી છે?”
કપિલ સિબ્બલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે તેઓ રાષ્ટ્રીય અપમાન બની ગયા છે. સ્વતંત્ર રાજ્યસભા સભ્યએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સુરક્ષા કર્મચારીઓની મોટી સંખ્યામાં તૈનાતી પર ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર પણ પ્રહારો કર્યા.
પશ્ચિમ બંગાળમાં બે તબક્કાની ચૂંટણીનો પ્રથમ તબક્કો રાજ્યની ૨૯૪ બેઠકોમાંથી ૧૫૨ બેઠકો માટે આજે મતદાન થયું છે આમાં ઉત્તર બંગાળના આઠ જિલ્લાઓની તમામ ૫૪ બેઠકો અને મુર્શિદાબાદ, નાદિયા, બીરભૂમ અને હુગલીની ઘણી બેઠકોનો સમાવેશ થાય છે. મતદાનનો બીજા તબક્કો ૨૯ એપ્રિલે યોજાશે અને પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે.










































