પાણીના નિકાલની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક રહીશોએ આ બાબતે તંત્રને અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર નિરાકરણ આવ્યું નહોતું. અંતે કંટાળેલા લોકોએ પૂર્વ સરપંચ જીવનભાઈ વોરાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે સ્થળ પર પહોંચી તપાસ કરાવી અને ગટરની લાઇનનું ખોદકામ કરાવતા જાણવા મળ્યું કે મુખ્ય પાઇપલાઇનમાં કોઈએ બૂચ મારીને લાઈન જાણીજોઈને પૂરી દીધી હતી. આ અવરોધ દૂર કરાતા જ ગંદા પાણીનો નિકાલ શરૂ થયો હતો. આ કામગીરીને પગલે સ્થાનિકોએ પૂર્વ સરપંચની સક્રિયતાની ભારે પ્રશંસા કરી હતી.










































