લીલીયા મોટા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલ અવસરે સા.કુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ભીડભંજન મહાદેવ મંદિરથી ભવ્ય બાઈક રેલી સાથે કરવામાં આવ્યો હતો.ત્યારબાદ વડવાળા હનુમાનજી મંદિર ખાતે ધારાસભ્ય અને અગ્રણીઓ દ્વારા ભગવાન પરશુરામની પ્રતિમાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રામાં બ્રહ્મ પરિવારોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જયેશભાઇ મહેતા અને યુવા પાંખના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. ગૂંજતા જયઘોષ સાથે લીલીયાના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફરી હતી.










































