અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપ દૂધાત દ્વારા મંગળવારના રોજ સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોમાં ‘જનસંપર્ક પ્રવાસ‘ યોજવામાં આવ્યો હતો. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પરિવર્તનના સંકલ્પ સાથે પ્રતાપ દૂધાત અને તેમની ટીમે આદસંગ, ઘનશ્યામનગર, આંબરડી અને ધજડી સહિતના ગામોમાં કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજી હતી. બપોર બાદ નાની વડાલ અને વિજયાનગર જેવા વિસ્તારો અને સાવરકુંડલા શહેરમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો.
અંતમાં નેસડી રોડ અને નુરાનીનગરમાં વિશાળ સભાઓ યોજાઈ હતી. આ પ્રવાસ દરમિયાન ગ્રામજનોના પાયાના પ્રશ્નો સાંભળીને પ્રતાપ દૂધાતે જનતાને પરિવર્તન લાવવા માટે હાકલ કરી હતી.