લીલીયા મોટા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સ્થાનિક સત્સંગ મંડળ દ્વારા ૩૨મા દિવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલીથી પધારેલા સાધુ સરિત સ્વામી તથા યોગવીર સ્વામીના મુખે ભાવિકોએ કથા-વાર્તાનો દિવ્ય લાવો લીધો હતો.આ પાટોત્સવમાં લીલીયા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હરિભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન-કથાનો લાભ લીધો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સાંજના સમયે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદની વ્યવસ્થા અક્ષર જ્વેલર્સ-લીલીયાના સૌજન્યથી કરવામાં આવી હતી.