હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી ત્રણ દિવસમાં (૨૪થી ૨૬ એપ્રિલ ૨૦૨૬) ગુજરાતમાં ગરમીનું જાર વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ૪૦.૫થી ૪૩ ડિગ્રી સેલ્સયસ સુધી પહોંચી શકે છે. કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ ઉદ્ભવવાનીશકયતા છે.સ્થાનિક રાજકારણ રાજકોટ અને અમરેલીમાં પારો ૪૦થી ૪૨ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. અમરેલી અને રાજકોટમાં છેલ્લા દિવસોમાં પણ ૪૦.૭થી ૪૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે.આવતીકાલે વડોદરામાં ૩૯.૬થી ૩૯.૮ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે, આગામી દિવસોમાં ૪૦-૪૧ ડિગ્રી સુધી વધવાની શકયતા છે.જ્યારે સુરતમાં ૩૮.૯થી ૩૯.૪ ડિગ્રી તાપમાન રહેવાની શકયતા છે.આ સાથે જ ભાવનગરમાં ૩૮.૨ ડિગ્રી આસપાસ અને કંડલા/ભુજમાં ૩૮થી ૪૦.૪ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.
૨૬ એપ્રિલ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન ૪૨-૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. વાતાવરણ સંપૂર્ણ શુષ્ક રહેવાનું છે અને કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેથી ગરમીમાં વધુ વધારો થશે.સૌરાષ્ટ, કચ્છ,અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ વગેરેમાં ગરમી વધુ તીવ્ર રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળી ગરમીને કારણે અકળામણ વધુ લાગશે. હીટવેવ અને હોટ-હ્યુમિડ કેન્ડીશન માટે યલો અલર્ટ જેવી સ્થિતિ રહી શકે છે.