ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વિપક્ષના દાવા-પ્રતિદાવા અને આક્ષેપો વચ્ચે ભાજપ અડીખમ રહ્યુ છે. શાસક પક્ષ ભાજપે મહાનગરપાલિકા પછી નગરપાલિકામાં ભગવો લહેરાવ્યા પછી ૧૭ જિલ્લા પંચાયત પણ અત્યાર સુધીમાં કબ્જે કરી ચૂક્યુ છે. ભાજપે કબ્જે કરેલી જિલ્લા પંચાયતમાં કચ્છ, બનાસકાંઠા, વાવથરાદમાં વિજય મેળવ્યો છે.

ગુજરાતમાં ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી બધામાં ભાજપે જીત મેળવી છે. આમ વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા છે. લગભગ બધી જ મહાનગરપાલિકામાં જાણે તેનો કોઈ હરીફ જ ના હોય તેવી સ્થિતિ હતી.

આ અગાઉના પરિણામમાં જોઈએ તો આપના રાજ્ય મહામંત્રી મનોજ સોરઠિયા હારી ગયા, જ્યારે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર આરજે આભા પણ હારી ગયા. દરમિયાન ચૂંટણીના પરિણામોનો ઝોક બતાવે છે કે ભાજપનો વિજય નિશ્ચિત છે.  ફક્ત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પડી શકે તેમ માનવામાં આવે છે. અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ થઈ અને ગરમાગરમી હાથાપાઈ સુધી આગળ વધી હતી.