જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે રહેતા વિજયભાઈ શીનાભાઈ સોલંકીએ સામાજિક પ્રસંગ વચ્ચે પણ પોતાની નાગરિક ફરજને પ્રાથમિકતા આપી હતી. વિજયભાઈની જાન પરણવા માટે પ્રસ્થાન થાય તે પહેલાં તેમણે પીઠી ભરેલી અને મીંઢોળ બાંધેલી અવસ્થામાં મતદાન મથક પર જઈને પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. લગ્નના ઉત્સાહ વચ્ચે પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈને તેમણે અન્ય યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ સભાનતાની પંથકમાં પ્રશંસા થઈ રહી છે.







































