અમરેલીના રાંઢીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રમુખ દિલીપભાઈ સખીયાએ ‘ગામનું પાણી ગામે અને સીમનું પાણી સીમમાં’ રોકવાનું આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ખેતી અને પશુપાલન બચાવવા વરસાદી પાણીને જમીનમાં ઉતારવું અનિવાર્ય છે. અરવિંદભાઈ ડોબરિયા અને સરપંચ અરવિંદભાઈ કાકડિયાની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ બોર રિચાર્જ અને ખેત તલાવડી જેવા માધ્યમો દ્વારા જળક્રાંતિમાં સહભાગી થવાનો અને પાણીના તળ ઊંચા લાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.










































