ધોરાજીમાં હજરત સાંય જમાલશાહ બાવા અને હઝરત જુસબશાહ બાવાનો ઉર્ષ મુબારક અત્યંત શાન-ઓ-શૌકત સાથે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે સંદલ શરીફ અને ન્યાઝ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઉર્ષના ચાર દિવસ દરમિયાન મગરીબની નમાઝ બાદ ન્યાઝ તથા રાત્રિના સમયે મિલાદ શરીફનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ૨ માહે જીલ્કાદના રોજ બાજીનશાહ મસ્જીદથી નીકળેલા ભવ્ય સંદલ શરીફમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને શ્રધ્ધાપૂર્વક દર્શનનો લાભ લીધો હતો.








































