ડ્રોનનો ઉપયોગ કરીને સ્માર્ટ ડિજિટલ ખેતીમાં થતા લાભો:
૧) અનુકૂળ સારવાર સાથે સાથે સમય બચાવે છે
૨) શ્રમ અને સામ્રગી ખર્ચમાં ધટાડો થાય છ.ે
૩) જોખમોમાં ખટાડો
૪) આપમેળે પાયલોટિંગ અને કામગીરી.
વૈજ્ઞાનિક કૃષિ પધ્ધતિઃ વૈજ્ઞાનિક કૃષિ પધ્ધતિમાં સુધારેલા બીટી બિયારણો, માટી પરીક્ષણ, ટપક સિંચાઈ, અને સંતુલિતનેનો ખાતરના ઉપયોગ દ્વારા પાક ઉત્પાદન વધારવામાં આવે છે. આ પધ્ધતિમાં આધુનિક ટેકનોલોજી, જીવાત નિયંત્રણ અને યોગ્ય સમયે વાવણી-પાણીનું આયોજન મહત્વનું છે, જે ખેતી ખર્ચ ઘટાડીને વધુ નફો આપે છે
જીનેટીક એન્જીનીયરીંગ (જનીનીકઈજનેરી) ની ક્લાઈમેટ સ્માર્ટ ખેતીમાં જરૂરિયાત:
આ એક એવી પ્રક્રિયા છે જેમાં પ્રયોગશાળામાં જુદી જુદી પધ્ધતિઓનો ઉપયોગ કરીને જીવતંત્રના ડીએનએ (ડ્ઢદ્ગછ)ના બંધારણને બદલવામાં આવે છે. પ્રવર્તમાન તમામ ખેતી પાકોની રૂઢીગત પરંપરાગત પાક સુધારણાની રીતોમાં ઘણી બધી મુશ્કેલીઓ છે. જેને કારણે હઠીલીરોગ જીવાત સામે નવી પ્રતિકારક જાતો વિકસાવવાનું, પાકની ગુણવત્તા સુધારવાનું અને ચોકકસ હેતુવાળા પાક-સુધારણા કાર્યક્રમો અટકી પડયા છે. પરિણામે છેલ્લા વર્ષોમાં પાકોની ઉત્પાદકતા એક સ્થિર કક્ષાએ આવી ગઈ છે. આ પધ્ધતિથી જરૂરીયાત મુજબનું કોઈપણ લક્ષણ એક છોડમાંથી બીજા છોડ અથવા પ્રાણીમાંથી વનસ્પતિમાં ફેરબદલી કરવાની ઉજજવળ તકો રહેલી છે. આવા કૃત્રિમ રીતે જનીનની ફેરબદલી પુનઃગોઠવણી દ્રારા તૈયાર કરેલ છોડને ” ટ્રાન્સજેનીકછોડ’’ તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્રાન્સજેનીક છોડનાં ઉપયોગ દ્રારા નીંદામણ નિયંત્રણ રસાયણો, કીટક,વિષાણું સામે પ્રતિકારકતા ધરાવતાં છોડ, તેલીબિયાં પાકોમા એસીડનું પ્રમાણ બદલવું, ઈચ્છા મુજબ ફળ પકવવા, ફુડપ્રોસેસીંગ અને સંકર જાતોનાં બિયારણ વિકસાવવા ખૂબ જ સહેલું થઈ રહયું છે.
બીટી બિયારણોનાં ફાયદાઃ-
• જંતુનાશક દવાઓનો વપરાશ ઓછો થવાથી વાતાવરણના પ્રદુષણને ઘટાડે છેઅને અને દવાનો ખર્ચ ઘટે છે.
• સંપૂર્ણ પ્રતિકારકતા મેળવી શકાય છે.
• જીવાતથી થતુ નુકસાન ઘટતા ઉત્પાદન વધે છે.
• પાકને ફાયદો કરતી ઉપયોગી જીવાતોને બચાવી શકાય છે. જે સામાન્ય કપાસમાં જંતુનાશક દવાના છંટકાવને લીધે મરી જાય છે.
• બીટીનો છંટકાવ પાકના છોડને અન્ય કોઈ નુકસાન કરતો નથી.
માર્કર-આસિસ્ટેડસિલેકશનની ક્લાઈમેટસ્માર્ટ ખેતીમાં જરૂરિયાતઃ- માર્કરઆસિસ્ટેડ સિલેક્શન અથવા માર્કરએઇડેડસિલેક્શન
( એમએએસ ) એ એક પરોક્ષ પસંદગી પ્રક્રિયા છે જ્યાં રુચિના ગુણ ( મોર્ફોલોજિકલ, બાયોકેમિકલ અથવા ડીએનએ / આરએનએ ભિન્નતા) સાથે જોડાયેલાજનીનોમાર્કર
(દા. ત. ઉત્પાદકતા, રોગ પ્રતિકાર, અજૈવિક તણાવ સહિષ્ણુતા અને ગુણવત્તા)ના આધારે પસંદ કરવામાં આવે છે.જ્યાં સુધી માર્કર-આસિસ્ટેડસિલેક્શન (સ્છજી)નો પ્રશ્ન છે, તો તે કેટલીક વિશિષ્ટ અને મોટી અસરો ધરાવતા જનીનો(જનીનપિરામિડિંગ)માટે અત્યંત અસરકારક સાબિત થયું છે જીન પિરામિડીંગ વિવિધ રોગ પ્રતિકારક જનીનને એક છોડમાં જોડવામાં મદદ કરે
સ્પીડબ્રિડિંગની ક્લાઈમેટસ્માર્ટ ખેતીમાં જરૂરિયાતઃ- અત્યારના આધુનિક બાયોટેકનોલોજી અને જીનેટિકએન્જીન્યરીંગના વિવિધસાધનોના ઉપયોગ છતાં, નવી જાતોના વિકાસમાં હજુ પણ ધીમી ગતિ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ પરંપરાગત સંશોધન પધ્ધતિઓમાં લાગતો લાંબો સમયગાળો છે, જેમાં એક ક્રોસમાંથી નવી જાત વિકસાવવા માટે લાંબો સમય લાગી શકે છે. સ્પીડબ્રીડિંગ એ એવા નિયંત્રિત વાતાવરણમાં છોડને ઉછેરવાની પધ્ધતિ છે, જ્યાં પ્રકાશનો સમયગાળો, તાપમાન, ફોટોપિરિયડ, અને આદ્રતા પ્લાન્ટના વિકાસ માટે પર્યાપ્ત કરેલ હોય છે. આ ટેક્નિક દ્વારા ઘઉં જેવા લઘુદિન પાકોમાં વર્ષમાં બેની જગ્યાએ ૫ થી ૬પેઢીઓ સુધી ઉત્પન્ન કરી શકાય છે. એ માત્ર ઝડપી વિકાસ નહીં, પણ શ્રેષ્ઠ ગુણધર્મો ધરાવતી જાતો પસંદ કરવાની અગત્યની પધ્ધતિ બની ગઈ છે.
પેશી સંવર્ધનનીક્લાઈમેટ સ્માર્ટ ખેતી માં જરૂરિયાતઃ- પેશી સંવર્ધન એ એક પ્રસર્જનની આધુનિક પધ્ધતિ છે કે જેનાથી પ્રયોગશાળાની અંદર કૃત્રિમ માધ્યમમા ંજંતુરહિત નિયંત્રિત વાતાવરણમાં વનસ્પતિના કોઇ પણ ભાગ જેવા કે અગ્રકલિકા, કક્ષકલિકા,આંતરગાંઠ, મૂળ વગેરેનો ઉપયોગ કરીને તેના જેવી લાક્ષણિકતા ધરાવતા અસંખ્ય છોડ બનાવી શકાય છે.
પેશી સંવર્ધનનાં ફાયદાઃ
૧. વધુ ઉત્પાદન આપતી જાતનાં માતૃછોડ જેવા અસંખ્ય છોડ ટૂંકાગાળામાં મેળવી શકાય છે.
૨. વર્ષ દરમ્યાન છોડ ઉપલબ્ધ થાય છે.
૩. એકસરખી વૃધ્ધિવાળા છોડ મેળવી શકાય છે.
૪. રોગમુક્ત અને જીવાત છોડ મેળવી શકાય છે.
૫. લુપ્ત થતી વનસ્પતિની જાતિને બચાવી શકાય છે.
નેનોટેકનોલોજીનીક્લાઈમેટ સ્માર્ટ ખેતીમાં જરૂરિયાતઃ-
નેનોકીટનાશક એટલે અતિસૂક્ષ્મ નેનોકણો વડે બનાવેલ કીટનાશક, જે ઓછા ડોઝમાં લાંબા સમય સુધી અસરકારક રીતે જીવાતો પર નિયંત્રણ આપે છે.
•પરંપરાગત જંતુનાશકોની તુલનામાં ઓછી માત્રામાં અસરકારક.
•લાંબા ગાળાની અસર.
•જીવાતોના શરીરમાં ઝડપથી પ્રવેશી
નુકસાન કરે છે
ઉદાહરણ સિલ્વર નેનોપાર્ટિકલ્સ અને કોપરનેનો પાર્ટિકલ્સ(નેનોફંજીસાઈડ,
નેનોબેક્ટેરિસાઈડ,નેનોહર્બિસાઈડ અને નેનોફેર્ટીલાઇઝર)
નેનોટેકનોલોજીની ક્લાઈમેટ સ્માર્ટ ખેતીમાં જરૂરિયાતઃ-
•ઓછી માત્રામાં વધુ અસર ઃપરંપરાગત દવાઓની તુલનામાં ૫–૧૦ગણું ઓછું ડોઝ પૂરતું.
•પર્યાવરણ સુરક્ષાઃજમીનઅને પાણીમાં રાસાયણિક દૂષણ ઓછું.
•ઉત્પાદનમાં વધારોઃપાકની ઉપજ અને ગુણવત્તામાં સુધારો.
•ખેડૂતનો નફોઃઓછા ખર્ચે વધુ ઉત્પાદન.
હાઇડ્રોપોનિક્સની ક્લાઈમેટસ્માર્ટ ખેતીમાં જરૂરિયાતઃ-
હાઇડ્રોપોનિક્સને માટી વિનાની ખેતી પણ કહેવામાં આવે છે. આ ટેકનિકમાં ખાતર અને માટી વગર માત્ર પાણીની મદદથી શાકભાજીનો પાક વધાર્યો છે. સૌ પ્રથમ નર્સરી ખાતર અને બીજની મદદથી તૈયાર કરવામાં આવે છે. છોડની વૃધ્ધિ પછી, તે પાણીની મદદથી ઉગાડવામાં આવે છે અને પોષક તત્વો પાણી દ્વારા જ છોડ સુધી પહોંચાડવામાં આવે છે. ફળદ્રુપ જમીનનો અભાવ એ આજે વિશ્વની એક મોટી સમસ્યા છે અને હાઇડ્રોપોનિક્સને આ સમસ્યાનાસ્માર્ટ ઉકેલ તરીકે જોવામાં આવે છે. આબોહવા પરિવર્તનની અસર ઘટાડવા માટે હાઇડ્રોપોનિક્સ પધ્ધતિ પાક ઉત્પાદનમાં વધારો કરે છે
બદલાવ વાતાવરણ અને જળવાયું પરિવર્તનમાં ડિજિટલ તકનીકનો અને વૈજ્ઞાનિક પધ્ધતિથી કૃષિ છેત્રે ખેડૂતોને પાકમાં ઉચ્ચ ગુણવતા અને ઉત્પાદનની ક્ષમતા વધારવામાં મદદ કરી શકે છે અને ઉત્પાદન ખર્ચ અને મુશ્કેલીઓને ઘટાડે છે. ખેતીમાં લાગતી રીઅલટાઇમમેનેજ સાથે વધુ ચોકસાઈ સાથે ઓટોમેશન કરી શકાય છે, જે પરંપરાગત
કૃષિન ેચોકસાઇ તરફ જવામાં મદદ કરી રહ્યું છે.આ તકનીક બધા ખેડૂત મિત્રોને સરસતાથી મળી રહે એ માટે કૃષિ નિષ્ણાંતો સતત
પ્રયત્નો કરી રહ્યા છે.પાકની ઉત્પાદકતા વધારવા માટે લાંબા સમયથી ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે એ ખેતી માટે જરૂરી ખેત મજૂરો ની સમસ્યાનું પણ નિરાકરણ માટે મદદરૂપ થઈ શકે વિશ્વભરમાં આબોહવા અને જળવાયું પરિવર્તન ને ધ્યાનમાં લઈને મોબાઈલ એપ્લીકેશનવિકસવામાં કૃત્રિમ બુધ્ધિ અને રોબોટિક્સડ્રોન ખેડૂતો માટે ખેતીમાં મદદ રૂપ થઈ શકે છે.ખેડૂતોનો વર્ષોનો અનુભવ અને નવી ટેક્નોલોજી જ્યારે બંને
એકસાથે કામ કરે, ત્યારે પરિણામ પણ ઉત્તમ મળે છે. એટલે જો ખેડૂત પોતાના અનુભવને આધુનિક ટેક્નોલોજી સાથે જોડશે, તો નિશ્ચિત સફળતા મળશે.














































