પિંજરપાક , આંતરપાકથી થતા ફાયદા:
મુખ્ય પાકની સાથે પિંજરપાકની વાવણી કરવાથી મુખ્ય પાકમાં આવતી જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. દા.ત.
• કપાસના ૧૦ ચાસ પછી ૧ ચાસ ગલગોટાઓ વાવવાથી લીલી ઇયળનો ઉપદ્રવ કપાસમાં ઘટે છે.
• કપાસની ફરતે ભીંડાની એક હાર વાવવામાં આવે તો કપાસમાં ટપકાવાળી ઇયળ તથા લીલા તડતડીયાનો ઉપદ્રવ ઘટે છે.
• કપાસની ફરતે શણની એક હાર વાવવાથી કાતરાના નુકશાનને અટકાવી શકાય છે.
• તમાકુની નર્સરી ફરતે દિવેલાની એક હાર વાવવાથી પ્રોડેનીયાનો ઉપદ્રવ તમાકુમાંથી નિવારી શકાય છે.
• લીબુંના બગીચામાં ટામેટી વાવવાથી ફળમાંથી રસ ચુસનાર ફુદાનું નુકશાન લીબુંમાં ઓછુ થાય છે.
• આંબાના બગીચા ફરતે શેઢે કાળા તુલસી વાવવાથી ફળમાખીનો ઉપદ્રવ ઘટે છે.
• કોબીજની ૧૦ થી ૧૨ હાર પછી રાયડાનો એક છોડ વાવવામાં આવે તો હીરાફુદાનો ઉપદ્રવ ઘટે છે.
• મગફળીમાં મકાઇની છાંટ નાખવાથી મોલો ઉપદ્રવ મગફળીમાં ઘટે છે.
• ટામેટાની દર આઠ હરોળ પછી એક હરોળ ગલગોટા ઉછેરવાથી લીલી ઇયળનો ઉપદ્રવ ઘટે છે.
• કપાસની સાથે દિવેલા, ચોળી, મકાઇ અને જુવાર જેવા આંતર પાકોનું વાવેતર કરવાથી જીંડવાની ઈયળોનો ઊપદ્રવ ઘટે છે તથા કુદરતી પરભક્ષી કે પરોપજીવી કીટકોની સંખ્યા વધે જેથી પાકનું સંરક્ષણ થતુ હોય છે.
ઉનાળુ મગફળીઃ
• અફલાટોકસીન ઘટાડવા માટે ઉપાડતી વખતે ડોડવાને ઈજા ન થાય તે ખાસ જોવું અને ફૂગ લાગેલા તથા નુકશાન પામેલ ડોડવાને દુર કરવા અને ડોડવામાં ૮% ભેજ રહે ત્યાં સુધી સુકવી સંગ્રહ કરવો.
બાજરી:
• હાલ ઘણા વિસ્તારમાં બાજરીનું વાવેતર થયેલ છે તેમાં અત્યારે ડુંડામાં લીલી ઈયળનો ઉપદ્રવ વધ્યો છે તેના નિયંત્રણ માટે પ્રોફેનો સાયપરનું મિક્ષ પમ્પમાં ૨૦ એમએલ. દવા વાપરવાથી નિયંત્રણમાં આવશે.
• થુલી અવસ્થાએ પાણી આપીને વાતાવરણ ભેજયુકત અને ઠંડુ રાખવું જેથી દાણાનો ભરાવો સારો થાય.
મકાઈ: પાનનો સુકારો / ટર્સીકમ લીફ બ્લાઈટ
• રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧ લીટર / ૧૦ લીટર પાણી) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧ લીટર / ૧૦ લીટર પાણી) નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવા અથવા એઝોકસીસ્ટ્રોબીન ૧૮.૨ % + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪ % એસસી (૯.૨ મિ.લી. / ૧૦ લીટર પાણી) ના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
• રોગ પ્રતિકારક જાતો કે ગંગા સફેદ-૨, ગંગા-૧૧, ગુજરાત મકાઈ-૩ વાવણીના ઉપયોગમાં લેવી.
• બીજને ટાલ્ક આધારિત ટ્રાયકોડર્મા વિરીડી ૧ ટકા વેપા (૨ટ૧૦૮ સીએફયુ/ગ્રામ) નો ૭ ગ્રામ / કિગ્રા બીજ પ્રમાણે પટ આપવો અથવા બીજને કેપ્ટાન ફુગનાશકનો ૩ ગ્રામ/કિગ્રા બીજ પ્રમાણે પટ આપવો. રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧ લીટર/૧૦ લીટર પાણી) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧ લીટર/૧૦ લીટર પાણી) નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવા અથવા એઝોકિસસ્ટ્રોબીન + ડાયફેનોકોનાઝોલ (૯.૨ મિ.લી./૧૦ લીટર પાણી)ના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
ચોળીની ટપકાંવાળી ઈયળનું નિયંત્રણઃ
• લીમડાના લીંબોડીના મીજનો ૩ % અર્ક ( લીંબોડીના મીજનો ભુકો ૩૦૦ ગ્રામ/ ૧૦ લિટર પાણી) છાંટવાથી અસરકારક નિયંત્રણ મળે છે.
• ઈન્ડોકઝાકાર્બ ૪પ એસ.પી. ૩.પ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪પ એસ.સી. ૧.૬ મિ.લિ. અથવા એબામેકટીન બેન્ઝોએટ ૩ ગ્રામ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
ડુંગળીઃ
• વજનદાર સારા બીજને સિમેન્ટના ખળા કે કોથળા ઉપર તાત્કાલિક સુકવી દેવા. સુકવણી દરમ્યાન બીજને ફેરવતાં રહેવું અને બીજ બરાબર સુકાઈ જાય ત્યારે એકઠા કરી લેવાં.
• લોથાને બે હાથ વડે મસળતા ભાંગી બીજ છુટા પડવા માંડે તે વખતે ધોકાથી બીજને છુટા પાડવા અથવા ટ્રેકટર કે બળદથી રોલર ફેરવીને બીજ લોથામાંથી છુટા પાડવા.
શેરડી: જે ખાસ કરીને ઘઉં કાઢ્યા પછી શેરડીનું વાવેતર કરવાના હોય તેણે.
• બીજ માવજત પાંચથી દશ મિનિટ મેલાથીયોનની માવજત આ૫વી.
• વેધકોના નિયંત્રણ માટે કાર્બોફયુરાન અથવા ફોરેટન અથવા કાર્બારીલ ઉપયોગ કરો
શાકભાજી:
• ભીંડામાં પચરંગીયો રોગનું નિયંત્રણ: ડાયમિથોએટ ૩૦ % ઈ.સી.(૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા મિથાઈલ ઓ ડિમેટોન રપ % ઈ.સી.(૧૦ મિ.લિ./૧૦ લિ.પાણી) અથવા ફોસ્ફામીડોન (૩ મિ.લિ./ ૧૦ લિટર પાણી) અથવા ટ્રાયઝોફોસ ૪૦ % ઈ.સી. (૧પ મિ.લિ./ ૧૦ લિટર પાણી) અથવા ઈમીડાકલોપ્રીડ ર૦૦ એસ.એલ. (૪ મિ.લિ./ ૧૦ લિટર પાણી) અથવા મેલાથીયોન પ૦ ઈ.સી. (ર૦ મિ.લિ./ ૧૦ લિટર પાણી)
મરચી કોકડવાનાં નિયંત્રણ માટે ઃ
• કાર્બોફયુરાન ૩ જી દવા ૫ ગ્રામ / છોડ રીંગ પધ્ધતિથી આપવી.
• રોગની શરૂઆત થાય ત્યારે ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લી. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. અથવા ડાયફેન્થ્યુરોન ૫૦ ટકા વે.પા. ૧૨ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ગ્રામ ભેળવી છંટકાવ કરવો.
• રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઈસી ૩.૪ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઈસી ૧૬.૬૭ મિ.લી. પ્રતિ ૧૦ લીટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૧૮ મિ.લી. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી. અથવા સ્પાયરોમેસીફોન ૨૨.૯ એસસી ૧૨.૫ મિ.લી. અથવા થાયામેથોકઝામ ૨૫ ડબ્લ્યુજી ૪ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
રીંગણી: નાના પર્ણ / લધુપર્ણ / ઘટ્ટીયા પાન
• પાક નીંદણમુક્ત રાખવો.
• રોગ તડતડીયાથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફયુરાન ૩ જી ૧ કિ.ગ્રા. સ. તત્વ / હે. પ્રમાણે છોડની ફરતે રીંગ પધ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨ દિવસના અંતરે પાયરીપ્રોકઝીફેન ૧૦ ઈસી ૬ મિ.લી. ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી. અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને વારાફરતી જરૂર પ્રમાણે છંટકાવ કરવો. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
બાગાયતી પાકો
દાડમ: ફુગથી થતા પાન અને ફળના ટપકા
• રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૦ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૦ મિલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૦ મિલી) ૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.
નાળીયેરીઃ
• ગેંડા કીટકનો ઉપદ્રવ જણાય તો ઉપદ્રવવાળો ભાગ સાફ કરી ડેલ્ટોમેથ્રીન દવાનું પૂમડું કરી કાણાંમાં ભરી કાણું માટીથી બંધ કરવું.
• દૂધ દોહતા પહેલા લેવાની કાળજી:
• દૂધ દોહવાના અડધો કલાક પહેલા કોઢની સફાઈ કરી લો. સફાઈ પછી તુરત જ દૂધ દોહવાથી ધુળના રજકણો ઉડી, દૂધમાં પડી દૂધને પ્રદુષિત કરી, તેમાના જીવાણુંની સંખ્યામાં વધારો કરે છે.
• દૂધ દોહતા પહેલા ઢોરને સુકોચારો ન નાખવો. આનાથી હવામાં રજકણો ફેલાય છે. જે દૂધને પ્રદુષિત કરે છે.
• દૂધ દોહતા પહેલા હુંફાળા પાણી પશુના આંચળ અને બાવલાને ધોઈ નાખો. ત્યાર બાદ સ્વચ્છ કપાડાથી લુછીને સુકા કરો. હવે આયોડોફર નામનું કેમીકલ (જે જીવાણુંઓને અંકુશમાં રાખે છે). પ૦ મીલી લઈ એક લીટર પાણીમાં દ્રાવણ બનાવી આંચળ, બાવલું અને હાથ ધોવા જોઈએ.
• દૂધ દોહનારે સ્વચ્છ અને સુઘડ કપડા પહેરવા જોઈએ અને વાળ વ્યવસ્થીત ઓળેલા અને ઢાંકેલા રાખવા જોઈએ જેથી તે દૂધમાં ન પડે, ઉપરાંત લાંબા નખ કાપી નાખવા જેથી આંચળને ઈજા ન થાય અને નખનો મેલ દૂધને સંક્રમિત ન કરે.
• દૂધ દોહનાર વ્યકિત કોઈ ચેપી રોગથી પીડાતા હોવા ન જોઈએ. તેમને સારી ટેવો હોવી જોઈએ, ગમે ત્યાં થુંકવું, નાક સાફ કરવું, છીંકવું વગેરે દૂધની ગુણવતા બગાડે છે.
મુખ્ય પાકોની મુલ્યવર્ધક બનાવટો
• મગફળી આધારીત ઃ તેલ, મગફળીના દાણામાંથી દૂધ, માખણ, પનીર, ખારીસીંગ, શેકેલ સીંગ, એચ.પી.એસ.ખોળ, ચીકી વગેરે બનાવવા
• તલ: સાફ સફાઈ, ડીહસ્કિંગ, ગ્રેડિંગ, ચીકી, મુખવાસ વગેરે
• એરંડા: તેલ, ખોળ, તેલ આધારિત અન્ય ડેરીવેટીવસ.
• જીરૂ: પાવડર, સાફ સફાઈ, ગ્રેડિંગ, સુગંધિત તેલ.
• કેળા: વેફર, પલ્પ, કેળા આધારિત પીણા, પાવડર.
• કેરી : પલ્પ, આમચુર, પાવડર, કેરીના પેકેજીંગ યુનિટો, અથાણા, મુરબ્બા, જામ, જેલી વગેરે.
• પપૈયા: પલ્પ, જામ, જેલી, ટુટી ફુટી, પપૈન.
• ચીકુ: પાવડર, જામ, પલ્પ વગેરે.
• ડુંગળી / લસણ: પાવડર, અથાણા, લસણનું સુગંધિત તેલ.
• કઠોળ: દાળ, શેકીને અન્ય નાસ્તાની આઈટમ માટેની વસ્તુઓ જેવી કે દાળિયા વગેરે બનાવવાના એકમો.
• ઘઉં: મેંદો, સુજી, ઘઉંના મમરા, બેકરી પ્રોડકટ, કલીનીંગ –ગ્રેડિંગ અને પેકેજીંગ યુનિટો.
• મકાઈ: પાનનો સુકારો / ટર્સીકમ લીફ બ્લાઈટ













































