સ્યુડોમોનાસ ફ્‌લુરોસન્સ જેવા જૈવીક ઘટક (બાયોકંટ્રોલ
એજંન્ટ)ના બીજને વાવતા પહેલા ૧૦ ગ્રામ/ કિ.ગ્રા. બીજ દિઠ પટ આપવાથી રોગનું સારૂ નિયંત્રણ થાય છે.
• મગફળી ઉપાડી લીધા બાદ તેને તાત્કાલિક સૂર્યતાપમાં સુકાવવી અને ભેજરહિત જગ્યાએ સંગ્રહ કરવો જેથી ફૂગનો ચેપ લાગે નહિ.
(૨)થડનો કોહવારો અને ડોડવાનો સડો રોગ પ્રેરક અને લક્ષણોઃસ્કેલેરોસીયમ રોલ્ફ્‌સાઈ નામની ફુગથી થતો આ જમીનજન્ય રોગ છે. ખેડૂતો આ રોગને સફેદ ફૂગના રોગના નામે ઓળખે છે. આ રોગ મગફળી વાવતા બધા જ વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં ખાસ કરીને આ રોગ ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. થળ, મૂળ અને ડોડવામાં થતા નુકસાનને લીધે છોડની સંખ્યામાં ધરખમ ઘટાડો થાય છે.
આ રોગમાં જમીન લગોલગ થડ ઉપર આછા ભૂખરારંગના ધાબા દેખાય છે. જમીનની અંદર રહેલા થડ ઉપર પણ આવા ચિન્હો દેખાય છે. શરૂઆતમાં આવા રોગીષ્ટ છોડ પર જમીન લગોલગ થડ ઉપર સફેદ ફૂગના તાંતણા જોવા મળે છે અને તેમાં ઝીણી ગોળાકાર સફેદરંગની પેશીઓ બને છે. આ સફેદ ફૂગ મગફળીના ડોડવાને પણ લાગે છે અને આના કારણે ડોડવાથી છોડ ઘેરાઈ જાય છે અને છોડ સુકાય જાય છે. ખેતરમાં દુરથી અસરગ્રસ્ત છોડ સુકાતા જોવા મળે છે અને મોટાભાગે મગફળી પાકવાની અવસ્થાએ આ રોગ ઉગ્ર હોય છે.
નિયંત્રણઃ
• ઉનાળે ચવડાથી ઊંડી ખેડ કરી આગલા પાકના રોગના અવશેષો અને ફૂગને ઓછામાં ઓછી ૧૦ સે.મી. થી વધારે ઊંડાઈએ દાટી દેવી જોઈએ. ત્યારબાદ ભારે સમાર મારી જમીન ઘડે લાવવી.
• શકય હોય તો વહેલું વાવેતર કરવું. • શક્ય હોય તો જુવાર,મકાઈ, ડુંગળી જેવા પાક સાથે પાકની ફેરબદલી કરવી. ચાસ દર વર્ષે એકનો એક ન રાખતા બદલવા. • બિયારણનો દર ભલામણ મુજબનો જ વાપરવો.
• ઈજા પામેલ તેમજ ફોતરી ઉખડી ગયેલ બીજ વાવેતરના ઉપયોગમાં ન લેવા.
• બીજને વાવતા પહેલા એક કિ.ગ્રા.બીજ દિઠ ટેબ્યુકોનેઝોલ૨% ડી.એસ. ૧.૨૫ ગ્રામ અથવા કાર્બોક્ષિન ૩૭.૫% + થાયરમ ૩૭.૫% ડબલ્યુ.એસ. ૩ ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૮.૫% + હેક્ઝાકોનાઝોલ ૧.૫% એફ.એસ. ૨ મિલી અથવાપ્રોક્લોરાઝ ૫.૭% + ટેબ્યુકોનેઝોલ૧.૪%ઈ.એસ. ૦.૩ મિલી દવાનો પટ આપીને વાવેતર કરવુ.
• સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રીય ખાતરો વાપરવા.
• ટ્રાયકોડર્મા ફૂગ આધારિત પાવડર ૨.૫ થી ૪ કી.ગ્રા.૩૦૦-૫૦૦ કી.ગ્રા.એરંડીના ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી મગફળી વાવતી વખતે જમીનમાં ભેજ હોય ત્યારે ચાસમાં આપવો.
• ઉભા પાકમાં રોગીષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં પગથી જમીન દબાવી દેવી.
• મગફળીના વાવેતર બાદ સમાર મારવો અને અસરગ્રસ્ત વિસ્તારમાં પાળા ચડાવવા નહિ વધારે પડતી આંતરખેડ ન કરવી. મગફળીનાં ટપકાંના રોગથી પાન ખરી પડે તો સફેદ ફૂગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે,માટે મગફળીનાં ટપકાંના રોગનાં નિયંત્રણ માટે જરૂરી દવા છંટાવવી.
• જોટ્રાયકોડર્મા કલ્ચર વાવણી સમયે ચાસમાં આપી શકાયેલ ન હોય તો વાવણી બાદ ૩૦ દિવસે ૧ પંપમાં ૫૦ ગ્રામ પ્રમાણે(પંપમાં નોઝલ કાઢી) છોડના મુળની આસપાસ રેડી શકાઈ.
(૩)મૂળનો સડો
રોગ પ્રેરક અને લક્ષણોઃ સામાન્ય રીતે મગફળીના વાવેતરના લગભગ બે મહિના પછી મૂળના સડાનો રોગ જોવા મળે છે. મેક્રોફોમીના ફેઝીઓલીના નામની ફુગથી થતો આ રોગ જમીનનું તાપમાન વધતા મૂળમાં ચેપ લગાડે છે. જે મુળની ઉપર થડ તરફ અને મુળની નીચેની તરફ ફેલાય છે.
રોગ લાગેલા મુળની છાલ ભૂખરી કાળા રંગની થઇ જાય છે. રોગના લક્ષણો સૂયા તેમજ ડોડવાની અંદર અન ેબહાર પણ જોવા મળે છે.રોગ જયારે ઉગ્ર સ્વરૂપમાં આવેતો સંપૂર્ણછોડ સુકાય જાય છે.
નિયંત્રણઃ
• ઉનાળામાં ઉંડી ખેડ કરવી
• પુરતા પ્રમાણમાં ખાતર, પિયત અને પાક સંરક્ષણના પગલાઓથી છોડનો વિકાસ સારો થતા રોગની માત્રા ઘટે છે.
•કાપણી સમયે ડોડવાઓને ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું.
• પુરતા પ્રમાણમાં પિયત આપવાથી જમીનનું તાપમાન ઘટતા આ રોગ પર કાબુ મેળવી શકાઈ છે.
(૪)અગ્રકાલિકાનો સુકારો
રોગ પ્રેરક અને લક્ષણોઃ વિષાણુંથી થતા આ રોગની શરૂઆતમાં અગ્રકાલિકા પીળી પડી સુકાવા લાગે છે. પાછળથી છોડના કુમળા પાન અને કલીકાઓ પીળી પડે છે અને સુકાવા લાગે છે. છોડના પાન
વિકૃત બને છે અને થડ પાસે અસંખ્ય કક્ષકાલીકાઓ નીકળે છે. રોગની ઉગ્ર અવસ્થામાં આખો છોડ સુકાય જાય છે. ઉનાળુ મગફળીનાં વાવેતરમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે.
નિયંત્રણઃ
• મગફળીના પાકનું યોગ્ય સમયે વાવેતર કરવું શક્ય હોય તો વહેલું વાવેતર કરવું.
• આ રોગ થ્રીપ્સ મારફતે ફેલાતો હોવાથી તેમના નિયંત્રણ માટેશોષક પ્રકારની કીટનાશક દવાઓનો શરૂઆતથી જ જરૂર મુજબ છંટકાવ કરવો.
• રોગ પ્રતિકારક જાતોનું વાવેતરકરવું.
• નીંદણનું સમયસર નિયંત્રણ કરવું.
•બાજરા, જુવાર કે મકાઈ જેવા પાકો સાથે પાકની ફેરબદલી કરવી.
૫) અલ્ટરનેરિયા ફુગથી થતો પાનનો સુકારો
રોગ પ્રેરક અને
આભાર – નિહારીકા રવિયા લક્ષણોઃઆ રોગ અલ્ટરનેરિયા નામની ફુગથી થઇ છે.ઉનાળું મગફળીના વાવેતરમાં આ રોગ ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે.આ રોગની શરૂઆતમાં પાનની બને બાજુએ પર ભૂખરા રંગના અનિયમિત આકારના ટપકાં પડે છે જેનીફરતે પીળી કિનારી જોવા મળે છે. રોગની ઉગ્રતા વધતા આવા ટપકાં ભેગા થતા પાન સુકાઈને ખરી પડે છે.
નિયંત્રણઃ
• આ રોગના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ૧૨% + મેન્કોઝેબ ૬૩% ડબલ્યુ.પી.૧૦ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઓગળી રોગના લક્ષણો દેખાય કે તુરત જ છંટકાવ કરવાથી રોગનું પ્રમાણ આગળ વધતું અટકાવી શકાય છે. ત્યારબાદ જરૂર જણાય તો બીજા બે છંટકાવ ૧૦ દિવસનાં અંતરે કરવા.
• ઉનાળામાં ઊંડી ખેડ કરી, પાકના રોગીષ્ટ અવશેષોનો નાશ કરવો.
૬) અફલારૂટ ઃ રોગ પ્રેરક અન ેલક્ષણોઃખેતરમાં ડોડવા પાકવાની અવસ્થામાં હોય ત્યારે તેમજ બીજ ભેજવાળા હોય તો સંગ્રહ દરમ્યાન એસ્પરજીલસ ફ્‌લેવસ નામની ફૂગ બીજમાં દાખલ થઇ જાય છે અને આવા બીજ વાવેતર માટે ઉપયોગમાં લેતા તેમાં અફલારૂટ રોગ જોવા મળે છે. આ રોગમાં રોગીષ્ટ છોડ ઠીંગણો રહી જઈ છે. પાન લાંબા અણીવાળા બની જઈ છે અને આવા છોડ બે મહિના સુધી જીવંત રહી છેવટે સુકાઈ જાય છે. આ ફૂગ ને કારણે ઘણીવાર દાણામાં અફલાટોકસીન નામનું ઝેર પેદાથાય છે જેનાથી મનુષ્ય અને પ્રાણીઓમાં હિપેટાઈટસ–“બી” જેવો રોગ થાય છે. આ ઝેરને કારણે આપણી મગફળીનો વિદેશમાં નિકાસ અટકે છે.
નિયંત્રણઃ • શકય હોય તો વહેલું વાવેતર અને પાકની ફેરબદલી કરવી.
• વાવણી વખતે ઈજા પામેલ અને ફૂગવાળા દાણા અલગ કાઢી તંદુરસ્ત બીજ વાવેતર માટે વાપરવું.
• બીજને ફૂગનાશક દવાનો અગાઉ જણાવ્યા મુજબ પટ આપી વાવેતર કરવું.
• આંતરખેડ દરમ્યાન છોડને નુકસાન ન થાય તેની કાળજી રાખવી.
• કાપણીની અવસ્થાએ જો જમીનમાં ભેજની ઉણપ ફોય તો છેલ્લા ૨૦-૨૫ દિવસ અગાઉ હલકું પિયત આપવું જોઈએ.
• મગફળીનાં ડોડવા અને દાણામાં ૮ ટકાથી ઓછો ભેજ રહે તે મુજબ સુકવીને ભેજ મુકત જગ્યાએ સંગ્રહ કરવો.