લાઠીના દુધાળા ગામની સીમમાંથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે સગીરાના પિતાએ ભાવનગરના તળાજા તાલુકાના શેળાવદર ગામના જુવાનસિંહ હુરસિંહ ડામોર (ઉં.વ. ૩૮) સામે ફરિયાદ નોંધાવી છે.ફર્યાદ મુજબ, આરોપી તેમની દીકરીને દુધાળા ગામની સીમમાંથી લલચાવી-ફોસલાવી, લગ્ન કરવાના ઇરાદે તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. ઓસુરા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.









































