સાવરકુંડલાના વિજપડી ગામે રહેતા એક પુરુષે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે સોહીલભાઇ સુલતાનભાઇ સૈયદે (ઉ.વ. ૨૫) જાહેર કર્યા મુજબ, અતુલભાઇ દાદુભાઇ કુરેશી (ઉ.વ. ૪૬) એ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમમાં લોખંડના પાઇપ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. પી. એ. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.









































