મહેસાણા જિલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં એક યુવકે ચોંકાવનારું પગલું ભરીપોતાનું જીવન સમાપ્ત કરી દીધું. મહેસાણા-ઊંઝા હાઈવે પર આવેલા રામોસણા બ્રિજ નજીક બનેલી આ ઘટના વિસ્તારના લોકો માટે ભારે આઘાતજનક બની છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેને જાનાર દરેક વ્યક્તિનું મન કંપી ઉઠે એવું છે.
મળતી માહિતી મુજબ કેતન પટેલ નામના યુવકે અચાનક નિર્ણય લઈ ઝડપથી પસાર થતા ટ્રેલર સામે ઝંપલાવી દીધું. આ બનાવે માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજને વિચારવા મજબૂર કર્યો છે કે, આજના યુગમાં માનસિક તણાવ અને વ્યક્તિગત સંઘર્ષ કેટલા ગંભીર બની રહ્યા છે.
આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જાઈ શકાય છે કે, હાઇવે પરથી પસાર થઈ રહેલા ટ્રેલરની આગળ યુવાને અચાનક આવીને પડતું મૂક્યું હતું. જે યુવાન ૨૦ ફૂટ ઢસડાતો દેખાય છે. ટ્રેલરના પૈડાં નીચે આવી જતાં ગંભીર ઇજાઓ થવાથી યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.










































