ટી ૨૦ વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયો હતો. ભારતે ટુર્નામેન્ટની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું. ટુર્નામેન્ટ સમાપ્ત થયાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હવે ટુર્નામેન્ટ અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સલના ભ્રષ્ટાચાર વિરોધી એકમએ ૨૦૨૬ ના ટી ૨૦ વર્લ્ડ કપની એક મેચની તપાસ શરૂ કરી છે. મેચ ફિક્સિંગની શંકા છે.
૨૦૨૬ ના ટી ૨૦ વર્લ્ડ કપની ૩૧મી મેચ કેનેડા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ફિક્સિંગની શંકા ઉભી થઈ છે. આ મેચમાં કેનેડિયન કેપ્ટન દિલપ્રીત બાજવા દ્વારા ફેંકવામાં આવેલ એક ઓવર શંકાના દાયરામાં છે. વધુમાં, ક્રિકેટ કેનેડામાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ ચાલી રહી છે. કેનેડાની સરકારી ચેનલ,સીબીસી દ્વારા એક દસ્તાવેજી રિલીઝ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં કેનેડિયન ક્રિકેટમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે આઇસીસી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ,આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી એકમએ કેનેડિયન ક્રિકેટ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ શરૂ કરી છે. તેમનું ધ્યાન ખાસ કરીને ન્યુઝીલેન્ડની ઇનિંગના પાંચમા ઓવર પર છે. દિલપ્રીત બાજવાએ કેનેડા માટે તે ઓવર ફેંકી. તેણે લેગ સાઇડ પર વાઇડ બોલ ફેક્યું અને કુલ ૧૫ રન આપ્યા. દિલપ્રીત પહેલા કેનેડિયન પેસ બોલર જસકરણ સિંહ અને ડિલન હેલીગરે પણ મોંઘા ઓવર ફેક્યા હતા. દરમિયાન, સ્પિનર સાદ બિન ઝફરે વિકેટ-મેઇડન ત્રીજી ઓવર ફેંકી હતી.
તાજેતરમાં, કેનેડિયન બ્રોડકાસ્ટંગ કોર્પોરેશન (સીબીસી) ના તપાસ કાર્યક્રમ, ‘ધ ફિફ્થ એસ્ટેટ’ એ ‘ભ્રષ્ટાચાર, ગુના અને ક્રિકેટ’ નામની ૪૩ મિનિટની ડોક્યુંમેન્ટરી બનાવી. ડોક્યુંમેન્ટરી પ્રસારિત થયા પછી તપાસ શરૂ કરવામાં આવી હતી. ડોક્યુંમેન્ટરી ક્રિકેટ કેનેડા બોર્ડની આંતરિક બાબતો, ખેલાડીઓની પસંદગીમાં દબાણના આરોપો અને શંકાસ્પદ મેચ સંબંધિત પ્રવૃત્તિઓની તપાસ કરે છે. બીજી તપાસ એક જૂની ટેલિફોન રેકો‹ડગની છે જેમાં તત્કાલીન કોચ ખુર્રમ ચોહાણે દાવો કર્યો છે કે ક્રિકેટ કેનેડા બોર્ડના વરિષ્ઠ સભ્યોએ તેમને ટીમમાં ચોક્કસ ખેલાડીઓનો સમાવેશ કરવા દબાણ કર્યું હતું.














































