મનના મલિન થવાને કારણે ઈર્ષા, દ્વેષ, ભય, શોક વગેરે આવેગોનો અનુભવ થવાથી પાચનક્રિયા શ્વાસો શ્વાસની ગતિ, હ્દયની ધડકન વગેરે જીવન ઉપયોગી ક્રિયાઓ પર તેનો ખરાબ પ્રભાવ પડે છે અને મનુષ્ય તનથી અને મનથી રોગી બની જાય છે. જ્યારે શાંત મન હોય ત્યારે આપણો અહં નષ્ટ થાય છે. કર્તાભાવ સમાપ્ત થઈ જાય છે. ત્યારે મનુષ્ય બ્રહ્માનંદના અમૃતસ્ત્રોત સાથે જોડાઈ જાય છે. તેમજ મનુષ્ય ધર્મ માર્ગનું અનુસરણ કરીને જપ, તપ વગેરે દ્વારા બ્રહ્મ સાક્ષાત્કાર યોગ્ય બની જાય છે.
પ્રસિધ્ધ મનોચિકિત્સક તથા ભારતિય આધ્યાત્મ દર્શનના પ્રેમી ડા.ચાલ્સયુંગ નું કહેવું છે કે જે મનુષ્યે પૂજા ઉપાસનાથી ચેતન મનને શાંત કરવા તથા અચેતન રૂપથી ઈશ્વરિય તત્વ સાથે જોડાવાનું શીખી લીધું. તેણે સ્વસ્થ રહેવાની જીવનકળા શીખી લીધી ગણાય. તે માણસ સમાજને ઉપયોગી થઈ શકે.
આજના વૈજ્ઞાનિકોએ તરંગોના પ્રભાવનું અધ્યયન કરીને એ સિધ્ધ કરી આપ્યું છેકે, જીવન એક પ્રતિધ્વનિ છે. વિતરાગી સંત મહાત્માઓના સંપર્કથી મનુષ્યને આધ્યાત્મિક પથ પર ચાલવાની ઈચ્છા થાય છે.
અતૃપ્ત આત્માઓ સાથે નિર્બળ મન જલ્દીથી જોડાઈ જાય છે. જેનાથી રોગ અને તૃષ્ણાની વૃધ્ધિ થાય છે. તેથીજ સત્સંગ એક જીવન ચિકિત્સા પ્રણાલી છે.
તુલસી કૃત રામચરિત માનસમાં કહેવાયુ છેકે,
“ એક ધડી આધી ધડી આધીમેં પુનિ આધ!
સાધુ સંગત કીજીયે ટળે કોટી અપરાધ” !!
સત્સંગથી કરોડો અવગુણો દૂર થાય છે. તેથીજ કહેવાયું છેકે ‘સત્સંગ તેવો રંગ’, મનુષ્યે સાવધાની પૂર્વક મિત્રો બનાવવા જોઈએ.સારા સંગથી અભ્યુદય થાય અને દુર્ગુણ યુક્ત અપરાધિક માનસ ધરાવતા મનુષ્યોના સંગથી પતન થાય છે. ગુણહિનને દિવ્ય આત્માઓનું જ્ઞાન થતું નથી. તે સત્ય સ્વરૂપ આત્માને જોડવાની કળા જાણતા નથી. ગુણહિન મનુષ્યો ચિંતા લઈને સુવે છે. અને ચિંતા લઈને જાગે છે. જ્યારે સજ્જનો ઉંધમાં પરમાત્મા સાથે જોડાઈ છે અને નવી તાજગી સાથે ઉઠે છે. શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણેનું દૈનિક કાર્ય કરે છે. મનુષ્ય જેવું બોલે છે,કે કરે છે. તેવુંજ વાતાવરણ તેને ચારે તરફથી પ્રાપ્ત થવા લાગે છે. કારણકે જીવન એક પ્રતિ ધ્વનિ છે.
મનુષ્ય જે દાન કરે છે. તે કેટલાય ગણું વધીને આપણી પાસે આવે છે. પૃથ્વીમાં એક બીજ વાવ્યુ હોયતો પ્રકૃતિ સેંકડો બીજ બનાવીને પાછા આપે છે. પ્રકૃતિ ધરતી એ મનુષ્યની માતા છે. આપણે હિન્દુઓ શ્રધ્ધા અને ઉપાસનાની દ્રષ્ટિએ ધરતીમાતા (પૃથ્વી) ને જોઈએ છીએ. જ્યારે પાશ્ચાત્ય દેશોના લોકો સંધર્ષ કરીને તેના પર વિજય કરવાનું વિચારે છે. તેથી તેઓ શાંતિ અને આધ્યાત્મથી દૂર રહે છે. આ વિદ્યાથી રોગ, શોક, મૃત્યુ અને ભય ઉત્પન્ન થાય છે. અને દિવ્ય વિદ્યાથી અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે. મનુષ્યનું સાચું બળ એ વાત પર નિર્ભર નથી કે તેની પાસે શું ભૌતિક સાધનો છે અને શું નથી પરંતુ એ વાત પર નિર્ભર છે કે તેનો નિશ્ચય કેટલો અડગ છે.“જો કોઈ વ્યક્તિનો નિશ્ચય કોઈ કાર્ય કરવામાં અડગ હોયતો માનસિક તરંગો તે નિશ્ચયને સફળતા તરફ લઈ જશે.”
મહાપૂરૂષોની ક્રિયા – સિધ્ધિ તેમના તેજ, ઉત્સાહ પર નિર્ભર કરે છે. સાધનો પર નહિ. નિશ્ચયની પરિપકવતા અંતર્મુખી ચિંતનથી રાગ –દ્વેષ પેદા થાય છે. ઈચ્છાઓ આવશ્યકતાઓની પૂર્તિન થવાથી દુર્ગુણ વધે છે. જેનો પ્રભાવ સ્વાસ્થ્ય પર પડે છે. મનુષ્યની શક્તિ વિખેરાય જાય છે. અને તે ઉત્સાહ હિન બનીને રોગી બની જાય છે.
પાશ્ચાત્ય મનોચિકિત્સક ડા. વિલીયમ બ્રાઉને માનસિક ચિકિત્સાના ચાર અંગ બતાવેલા છે. ૧) દમિત ભાવનું વિરેચન ૨) સમ્મોહન અને નિર્દેશન ૩) આત્મ…. અર્થાત પોતાના જીવનમાં બનેલ જુની ધટનાઓના સાક્ષી ભાવથી જોવી તેનો અભ્યાસ કરાવવો ૪) ભાવોનું સ્થાનાન્તરણ.ડા. ચાલ્સ યુગ જેઓ ભારતીય યોગ શાસ્ત્રો અને ઉપનિષદોના પ્રેમી હતા તેમણે એક પાંચમી પધ્ધતિને ઉમેરેલ છે. ‘રોગીના જીવનમુલ્યોનું નવનિર્માણ’ આજના વૈજ્ઞાનિકો કોઈ એક પધ્ધતિને એકાંકી માને છે. તેથી તેઓ આ બધી સરળ પ્રક્રિયાઓને સમન્વયાત્મક યંગથી ગ્રહણ કરવાની બાબતને ઉત્તમ ચિકિત્સા પધ્ધતિ માને છે. hemangidmehta@gmail.com










































