અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી. પી. વાઘેલાએ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ધર્મેશ ઉર્ફે ધમો દેવાયતભાઈ ડેર, ઉ.વ.૩૨, રહે. ઇંગોરાળા, તા.બાબરા વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરીને પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હતી. જે દરખાસ્તને અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજે માન્ય રાખેલ હતી. આ ઇસમને પાસા વોરંટની બજવણી કરી પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.









































