ઉના તાલુકાના તડ ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો ભારે ત્રાસ હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હતો. આ સમસ્યા અંગે જસાધાર રેન્જના આર.એફ.ઓ. કુલદીપ ચોહાણને રજૂઆત કરવામાં આવતા ફોરેસ્ટર જીતેન્દ્ર બાંભણીયા અને તેમની ટીમે દીવ-કેસરીયા રોડ પર આવેલી રમેશભાઈ શિંગડની વાડીમાં પાંજરું ગોઠવ્યું હતું. વહેલી સવારે શિકારની લાલચે દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો. ત્યારબાદ વનવિભાગે દીપડાને સલામત રીતે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. દીપડાના પકડાવાથી ખેડૂતો અને ગ્રામજનોએ અંતે હાશકારો અનુભવ્યો છે.









































