જાફરાબાદના ગીરીરાજ ચોક ખાતે માનવ સેવા મંડળ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય અને ‘ભારત માતા કી જય’ના ઘોષ સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે જાફરાબાદ તાલુકાના જે જવાનો ભારતીય ફોજમાં જોડાયા છે, તેમના માતા-પિતાનું પુષ્પહાર પહેરાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ દેશભક્તિ સભર પ્રસંગોચિત પ્રવચનો આપ્યા હતા. શહીદ વીરોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળી સૌએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. સમગ્ર વાતાવરણ ‘દેશભક્તિના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં માનવ સેવા મંડળના પ્રમુખ રમેશભાઈ ચૂડાસમા, પી.બી. સોલંકી, બાબુભાઈ બારૈયા, કિરીટભાઈ જોષી, સુરેશભાઈ ગઢવી, મહેશભાઈ રાજ્યગુરુ, તુષારભાઈ જોષી, ભરતભાઈ બારૈયા, શંકરભાઈ સોલંકી, કિશોરભાઈ ભટ્ટ સહિત વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.








































