જાફરાબાદ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને ગુમાવેલા રૂ. ૨૩ હજાર સફળતાપૂર્વક પરત અપાવ્યા છે. અરજદારે સાયબર છેતરપિંડી થતાં જ ૧૯૩૦ હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ જાફરાબાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જરૂરી કાર્યવાહી કરીને જાફરાબાદ કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ અરજદારને તેમની રકમ પરત મળી હતી. આ કામગીરી ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી, અમરેલી એસપી સંજય ખરાત અને નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. દેસાઈ, હેડ કોન્સ્ટેબલ રવિરાજ મોડાસિયા અને આઈટી એક્સપર્ટ હર્ષિલ નલગેએ મહત્વની ભૂમિકા ભજવી હતી.






































