લીલીયા મોટા અને આસપાસના ગ્રામજનો માટે જીવાદોરી સમાન નીલકંઠ સરોવરનો બંધારો તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે તૂટી ગયો હતો. જળાશયમાંથી મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થઈ રહ્યો હોવાથી ગામના જળસ્તર અને ભવિષ્યના પાણીના પુરવઠા સામે ગંભીર સંકટ ઊભું થયું હતું.પરિસ્થિતિની ગંભીરતા સમજીને ‘જલધારા સેવા સમિતિ’ અને સ્થાનિક સેવાભાવી લોકો દ્વારા ત્વરિત ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. કિંમતી પાણી વહી જતું અટકે અને ગામમાં જળસંકટ ન સર્જાય તે માટે સમિતિના સભ્યો યુધ્ધના ધોરણે મરામતની કામગીરી કરી રહ્યા છે.





































