અમરેલી ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્થાનીય વેપારી અગ્રણીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમનું સામુહિક પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત વેપારીઓએ પ્રધાનમંત્રીનું બહુમૂલ્ય માર્ગદર્શન મેળવ્યું હતું.પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ દેશના આર્થિક અને સર્વાંગી વિકાસમાં વેપારી સમાજની મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવી હતી. સાંસદ ભરતભાઈ સુતરીયાએ પણ વેપારીઓને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપી ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગવંતું બનાવવા આહ્વાન કર્યું હતું.






































